ગયું ગયું વાવાઝોડું તો ગયું

ખૂબી અમારા મજૂરોની એ તો છે બાપુ

કે કાપો તોય લોહીના નીકળે

ને તલવારોય પાછી ફરે

પાવડા તગારા ઘણ ને હથોડા

સામનો ઇ કરે મનોરથ ઘડે

ને જતા સુરજ અંજવાળું ઝૂંપડે દીવો કરી ગયું

ગયું ગયું વાવાઝોડું તો ગયું

Write a comment ...